વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે આવેલ એક રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા જેમાં તસ્કરોએ મકાનના તાળા તોડી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 2.25 લાખની ચોરી કરવામાં આવી હતી, જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી વિનોદભાઇ પ્રવીણભાઇ ડેંગડાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, વાંકાનેર તાલુકાના ભલગામના નવાપરા વિસ્તારમાં આવેલ ફરિયાદી વિનોદભાઈના રહેણાંક મકાને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી દરવાજાના નકુચા તોડી પહેલા રૂમમાં રાખેલ કબાટનો નકુચો તોડી કબાટમાં રાખેલ સાત તોલા સોનાના ઘરેણા જેની કીંમત રૂ. 2,10,000 તથા ૬૦૦ ગ્રામ ચાંદીના ઘરેણા જેની કિંમત રૂ.1,00,000 તથા રોકડ રકમ રૂ. 5,000/- સહિત કુલ રૂ. 2,25,000ની ચોરી કરવામાં આવી હતી…
જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદી વિનોદભાઈની અરજી પરથી અજાણ્યા તસ્કરો સામે આઇ.પી.સી. કલમ- ૪૫૭, ૩૮૦ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI