વાંકાનેર તાલુકાના જાલી ગામના બસ સ્ટેન્ડ પાસે વિશાળ જગ્યામાં ભગવાન માંધાતા અને સંત શ્રી વેલનાથ બાપુના ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જેના અનુસંધાને શનિવારના રોજ મંદિર પરિસરમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું….
આ લોક ડાયરામાં બહોળી સંખ્યામાં તમામ સમાજના નાગરિકો, સંતો-મહંતો, રાજકીય-સામાજીક અગ્રણીઓએ હાજરી આપી હતી, આ લોક ડાયરામાં પ્રખ્યાત કલાકાર ફરીદાબેન મીર, બ્રીજરાજદાન ગઢવી અને આદિત્યદાન ગઢવી સહિતના લોક કલાકારોએ લોકસાહિત્યની રમઝટ બોલાવી હતી. જેમાં સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, પૂર્વ કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયા, માજી સંસદસભ્ય દેવજીભાઈ ફતેપરા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરા, વાંકાનેર તાલુકા પંચાયત ટીમ, વાઘજીભાઈ, રતિલાલભાઈ સહિતના હાજર રહ્યા હતા…
સમસ્ત કોળી સમાજ (માંધાતા ગ્રુપ) વાંકાનેરના સ્થાપક અને સંચાલક જિજ્ઞાસાબેન મેરના હસ્તે કલાકારો અને આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં સમસ્ત કોળી સમાજે કરેલાં આ લોકડાયરાની તમામ સમાજે પ્રશંસા કરી હતી. સાથે વાંકાનેરની આજુબાજુના ગામોના અને માલિયાસણ ગામના માંધાતા-ગ્રુપ દ્વારા જીજ્ઞાશાબેન મેરનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS