ગુજરાતમાં હિટવેવની આગાહી, એપ્રિલ મહિનામાં અંગ દઝાડતી ગરમી પડવાની સંભાવના….

0

રાજ્યમાં અંગ દઝાડતી ગરમી યથાવત્ રહેતા લોકો ત્રાહિમામ, કામ વગર બપોરના સમયે બહાર ન નીકળવા તબીબોની સલાહ…

હવામાન વિભાગ મુજબ વર્ષ 1908 પછી આ વર્ષે માર્ચ મહિનો સૌથી ગરમ રહ્યો હતો. ત્યારે હિટવેવની વકી હજુ બે દિવસ રહેવાને કારણે તાપમાન વધવાની સંભાવના છે. રાજ્યના મોટા ભાગના શહેરના તાપમાન 41 ડિગ્રીની આસપાસ પહોંચી જતા બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. 4-5 એપ્રિલ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં ગરમીનો પારો 43 ડીગ્રીને વટાવી જવાની શક્યતા છે….

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ બે દિવસ હીટવેવની અસર રહેશે. તે પછી ગરમીમાં નજીવો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થવા છતાં લઘુતમ તાપમાન 1થી 2 ડિગ્રી વધાવા છતાં રાતના સમયે પણ ગરમીનો અહેસાસ થયો હતો. સિઝનની શરૂઆતથી જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે મે મહિનામાં કેવી ગરમી પડશે તે મુદ્દે સૌ કૌઇ વિચારતા થઇ ગયા છે….

કામ વગર બપોરના સમયે ઘર બહાર ન જવાની સલાહ….

સતત પડી રહેલી ગરમીને કારણે ડી હાઇડ્રેશન, લૂ લાગવાના કિસ્સા પણ સતત વધી રહ્યાં છે. ત્યારે ઉનાળા દરમિયાન લોકોએ વધુ પ્રમાણમાં પ્રવાહી લેવાની અને કામ વગર બપોરના સમયે ઘર બહાર ન જવાની સલાહ તબીબો આપી રહ્યાં છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS