અખિલ ભારતીય કોળી સમાજ(રજી.) સંગઠનમાં રાજકોટ જીલ્લા ઉપપ્રમુખ તરીકે અશ્વિનભાઈ મેઘાણીની નિમણૂક કરાઈ….

0

અખિલ ભારતીય કોળી સમાજના રજીસ્ટર સંગઠન દ્વારા વાંકાનેર માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન અશ્વીનભાઈ મેઘાણીની રાજકોટ જીલ્લા સંગઠનના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેથી અશ્વિનભાઈને આ નિમણૂક બદલ ચોતરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે…

કોળી સમાજના રજીસ્ટર સંગઠન એવા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજકોટ શહેર પ્રમુખશ્રી નિખિલભાઈ ભંડેરીયા અને રાજકોટ જીલ્લા અધ્યક્ષ પરસોત્તમભાઈ ભરાડીયા દ્વારા વાંકાનેર એપીએમસીના વા. ચેરમેન અશ્વીનભાઈ મેઘાણીની રાજકોટ જીલ્લા ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરી કોળી સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને સમાજના લોકોને તેમના અધિકારો માટે જાગૃત બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS