વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ એક સિરામિક કારખાનાની ઓરડીમાં રહી મજુરી કામ કરતા યુવાનને કારખાનામાં કામ કરી વેળાએ કોઈ કારણસર વિજ શોક લાગતા તેનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ સનસાઈન સિરામિક કારખાનામાં રહી અને મજુરી કામ કરતા કુંદનકુમાર રાજકુમાર મહોતાને ગત તા.૨૫/૦૩ ના રોજ કારખાનામાં કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS