ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના પરિણામો જાહેર થતાં જ અફવાઓની બજાર ગરમ થઇ ગઈ છે જેમાં વાંકાનેર તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ પતિ અને કોંગ્રેસ અગ્રણી યુનુસભાઈ શેરસીયા વિરુદ્ધ હાલ સોસીયલ મિડિયામાં અમુક અસામાજિક તત્વો અને હિતશત્રુઓ દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જેમાં તેઓએ આ બાબતે જાહેર ખુલાસો કરી આ વાત તદ્દન ખોટી/પાયા વિહોણી હોવાનું જાણવી અને આ કાવતરું કોઈ અસામાજિક તત્વો/હિતશત્રુઓ દ્વારા તેમને બદનામ કરવા માટે રચ્યું હોવાનું જણાવ્યું છે….
હાલ સોસીયલ મિડિયામાં ફેલાયેલી અફવાઓ બાબતે જાહેર ખુલાસો કરતા યુનુસભાઈ શેરસીયાએ જણાવ્યું હતું કે મારે અને ભાજપ અગ્રણી હીરાભાઈ બાંભવા વચ્ચે કોઈ ગાડી-ગાડીની શરતો લાગી નથી કે જેમાં તાલુકા પંચાયતમાં ભાજપને પાંચ કરતા વધુ સીટો મળે તો હું હારૂ ! આ બાબતે મારા કોઈ હિતશત્રુઓ દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી રહી છે…
સોસીયલ મિડિયામાં વાયરલ થયેલ તસવીરો બાબતે ખુલાસો કરતા તેમણે જણાવ્યું હતું કે આ તસ્વીરો ચુંટણી સમયની છે, જેમાં હુ અને હિરાભાઇ મિત્રો હોય જેથી ચુંટણીના કોઈ કામસર અમો ભેગા થયા હોય તે સમયે કોઈ હિતશત્રુઓ દ્વારા આ તસ્વીરો પડી અને મને બદનામ કરવા માટે હાલ આ તસ્વીરોને વાયરલ કરવામાં આવી રહી છે.
ચુંટણી સમયે આવી કોઈ શરતો લગાવવી ગેરકાનૂની હોય અને મે કોઈ આવી શરત લગાવી નથી જેથી આ બાબતે હું ઉપર મુજબનો જાહેર ખુલાસો કરૂં છું. અને આવી કોઈ પણ અફવાઓમાં ન આવવા વાંકાનેર વિસ્તારના નાગરિકોને અપીલ કરૂ છું…
આ સાથે જ કોઈ પણ શખ્સો દ્વારા મારા વિશે આવી કોઈ અફવાઓ ફેલાવવી નહીં, કારણ કે અફવાઓ ફેલાવવી એ ગુનો બને છે અને આ અફવાઓ ફેલાવનારાઓ સામે ટુંક સમયમાં જ બદનક્ષી સહિતની કઠોર કાનુની કાર્યવાહી કરવામાં આવશે…
લી.
યુનુસભાઈ જીવાભાઈ શેરસીયા
(વાંકાનેર તાલુકા પંચાયત સદસ્ય અને કોંગ્રેસ અગ્રણી)
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL