વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે યુવાન અને તેના પરિવારના સભ્યો પર ત્રણ શખ્સોએ લગ્નમા આવાવા બદલ ઉશ્કેરાઈ હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ત્રણ શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી પરબતભાઇ દેવજીભાઇ થોરીયા (ઉ.વ. 26, રહે. ઘીયાવડ, તા. વાંકાનેર)એ આરોપીઓ વિપુલભાઇ સવશીભાઇ વાધેલા તથા આરોપી વિપુલના માતા તેમજ આરોપી વિપુલના મોટાબાપુ અમરશીભાઇના પત્ની (રહે. ત્રણેય ઘીયાવડ ગામ તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.5 ના રોજ આરોપીએ ફરીયાદીને “તુ મારા મોટા બાપુના દીકરાના લગ્નમા કેમ આવ્યો ? ” તેમ કહી પોતાના હાથમા રહેલ ધોકા વડે ફરીયાદીને માથાના ભાગે,

કાન પાછળ ઘા મારી ફેક્ચર જેવી ગંભીર ઇજા કરી તથા ફરીયાદીના માતાને ધોકા વડે માથામા ઇજા કરી અને આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ઢીકા પાટુનો મુંઢ માર મારી તેમજ ફરીયાદીના બહેન કાજલબેનને ધારીયાનો ઉંધો ધા માથામા મારી ઇજા કરી આોપીઓએ ફરીને તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓ સામે વિધિવત ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL

error: Content is protected !!