વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામની ગુલશનપાર્ક સોસાયટીના મકાનમાં પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની 50 બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. તેમજ પોલીસે સ્થળ ઉપરથી કુલ રૂ.18,750 નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ દારૂ પ્રકરણમાં બુટલેગરનું નામ ખુલતા પોલીસે તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર પોલીસ દ્વારા ગઈકાલે ચોક્કસ ખાનગી બાતમીના આધારે આરોપી ઈમરાનભાઈ ઈબ્રાહીમભાઈ પઠાણ (ઉવ-37, રહે. ચંદ્રપુર ગુલશનપાર્ક સોસાયટી) ના મકાનમાં દોરડો પાડી રહેણાંક મકાનની નવેરીમાં રાખેલ અંગ્રેજી દારૂની મેકડોવેલ નંબર-1 સુપરીયર વ્હીસ્કી ઓરીજીનલની 750 મીલીની કાચની કંપની શીલ પેક બોટલો નંગ-50 જેની કુલ કિ.રૂ.18,750 નો મુદામાલ કબ્જે કર્યો હતો.

તેમજ આરોપી ઈમરાનભાઈ ઈબ્રાહીમભાઈ પઠાણને ઝડપી લીધો હતો. આ આરોપીએ ઈંગ્લીશ દારૂની બોટલ મુળરાજસિંહ ઉર્ફે મોન્ટુ રાણા (રહે. વણા, તા. લખતર, જી. સુરેન્દ્રનગર) પાસેથી વેચાણ અર્થે મેળવી હોવાનું ખુલતા પોલીસે આ આરોપી સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL

error: Content is protected !!