વાંકાનેર તાલુકાનાં ઠીકરીયાળી ગામે રહેતા અને પાણી સપ્લાઈનો ધંધો કરતાં યુવાનને પાણી આપવાનું બંધ કરી દેતા ચાર શ્ખ્સોએ વાંકાનેર બાઉન્ડ્રી પાસે માર માર્યો હતો અને તેની પત્નીને પણ ગાળો આપી હતી જેથી ભોગ બનેલા યુવાને વાંકનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાનાં ઠીકરીયાળી ગામ ખાતે રહેતા અને પાણી સપ્લાઈનો ધંધો કરતાં જયદિપભાઇ શામજીભાઇ માંડાણી (ઉ.વ. 30)એ હાલમાં વાંકાનેરનાં ઠીકરીયાળી ગામે રહેતા રાહુલભાઇ રાજુભાઇ માંડાણી, મનીષભાઇ રાજુભાઇ માંડાણી, હિતેષભાઇ રાજુભાઇ માંડાણી અને રાજુભાઇ રાજુભાઇ માંડાણી સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે,

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ફરીયાદી વોટર સપ્લાયરનું કામ કરતાં હોય અને આરોપીઓને પાણી આપતા ન હતા જેનો ખાર રાખીને ફરીયાદી તથા સાહેદને લાકડા તથા પાઇપ ધોકા વડે માર મારીને ગાળો આપી હતી તથા ફરીયાદીના પત્નિને ઘરે જઇ ગાળો આપી હતી જેથી પોલીસે આઇ.પી.સી. કલમ 323, 504, તથા જી.પી.એકટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL

error: Content is protected !!