વાંકાનેર તાલુકાના કેરાળા ગામ નજીક એક ટ્રક ચાલકે કારને ઠોકરે લેતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલકે અકસ્માત કરતા કારમાં નુકશાન થયું હોવાની ફરિયાદ નોંધાઈ છે…
ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડાના રહેવાસી ઓધડભાઈ કરશનભાઈ ડોડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાની કાર GJ 11 AB 7059 લઈને વાંકાનેરના કેરાળા ગામના બોર્ડ પાસેથી પસાર થતા હોય ત્યારે ટ્રક RJ 02 GB 6044 ના ચાલક દિનમોહમ્મદ હમીદાખાન મેવ (રહે. રાજસ્થાન વાળા)એ ટ્રક પુર ઝડપે ચલાવી કારની જમણી સાઈડ દરવાજા સાથે અથડાવી નુકશાન કર્યું હતું. જે ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL