ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુ સર આઇ-ખેડુત પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. આ પોર્ટલ મારફત સહાય યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજય સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ તા. ૦૬/૦૩/૨૦૨૧ થી તા. ૩૦/૦૪/૨૦૨૧ સુધીમાં ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. જેનો લાભ ખેડૂત મિત્રોએ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે…
અરજી કરવા માટે ખેડૂતોએ પોતાના ગામમાં ઈ-ગ્રામ સેન્ટર કે કોઈ ખાનગી ઈન્ટરનેટ ઉપરથી ૮-અ ની નકલ, આધાર કાર્ડ અને રેશન કાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઈ જઈને લાભ લેવા માંગતા ઘટકમાં સમયસર અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની કોપી અને સાધનીક પૂરાવાઓ સાત દિવસમાં વિસ્તરણ અધિકારી(ખેતી), તાલુકા પંચાયત કચેરી ખાતે જમા કરાવવા રહેશે.
આ ઘટકોમાં સબસીડી માટે ઓનલાઈન અરજી થઈ શકશે…
ટ્રેક્ટર
રોટાવેટર
ખુલ્લી પાઇપ લાઈન
અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઈન
વાવણીયો
તાડપત્રી
દવા છાંટવાનો પમ્પ
પમ્પ સેટ્સ (સબમર્શિબલ મોટર)
કલ્ટીવેટર
પાવર થ્રેસર
પ્લાઉ (તમામ પ્રકારના)
બ્રશ કટર
હેન્ડ ટુલ્સ કીટ
લેન્ડ લેવલર
કંબાઇડ હારવેસ્ટર
ચાફ કટર (એન્જીન/ઇલેકટિક મોટર ઓપરેટર)
ચાફ કટર (ટ્રેકટર/પાવર ટીલર ઓપરેટર)
ગ્રાઉન્ડ નટ ડિગર (મગફળી કાઢવા માટેનું સાધન)
ટ્રેકટર ઓપરેટેડ સ્પેયર
પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેડ)
પ્લાન્ટર (અન્ય પ્રકારના)
પાવર ટીલર
પોટેટો ડિગર
પોટેટો પ્લાન્ટર
પોસ્ટ હાર્વેસ્ટના સાધનો
પોસ્ટ હોલ ડિગર
બેલર (ટ્રેક્ટર સંચાલિત)
ફેરો ઓપનર/બંડ ફોર્મર
રિઝર
રિપર/બાઇન્ડર (તમામ પ્રકારના)
રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેડ)
પાવર વિડર (સેલ્ફ પ્રોપેડ)
લેન્ડ લેવલર
લેસર લેન્ડ લેવલર
શ્રેડર/મોબાઈલ શ્રેડર
સ્ટોરેજ યુનિટ
સબસોઈલર
હેરો (તમામ પ્રકારના)
પાક મૂલ્ય વૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
https://ikhedut.gujarat.gov.in
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL