રોયલ્ટી ઇન્સ્પેક્ટરે લોડર મશીનના માલિક, ટ્રેકટરના માલિક અને ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી…

વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીકથી પસાર થતી મચ્છુ નદીમાંથી ખનીજ માફીયાઓ દ્વારા રૂ. 8.35 લાખની કિંમતની રેતી ચોરી કરીને હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટરે ખનીજ ચોરીમાં ઉપયોગમાં લેવામા આવે આવેલ લોડર મશીનના માલિક, ટ્રેકટરના માલિક અને ડ્રાઇવર સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની ભુસ્તરશાસ્ત્રીશ્રીની કચેરી, ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ ખાતામાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અંકુર જે. ભાદરકાએ આરોપીઓ લોડર મશીન જેના ચેચીસ નં.1PY5310EJLA046207 વાળાનો ચાલક-માલીક તેમજ ટ્રેકટર ચેસીસ નં.MBNABAJBAJND006 ના માલીક તથા ટ્રેકટર ચેસીસ નં.MBNABAJBAJND006 ના ડ્રાઇવર અને તપાસમાં ખુલે તે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી કે,

ગત તા. 25 ફ્રેબ્રુઆરીના રોજ આરોપીઓએ વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસે મચ્છુ નદીમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર સાદી રેતી 3482.062 મેટ્રીક ટન રેતી જેની કિંમત રૂ. 8,35,695 નુ ખનન કરી ખનીજ ચોરી કરી નાસી છૂટ્યા હતા.

આથી, વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદના આધારે આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ 379, 114 તથા ગુજરાત મિનરલ્સ (પ્રિવંશનઓફ ઇલગલ માઇનિંગ ટ્રાંસ્પોર્ટસન એન્ડ સ્ટોરેજ) રુલ્સ 2017 ની કલમો તેમજ એમએમઆરડીએચ 1957ની કલમ 4(2) અને ૪4(1-A) તથા 21ની પેટા કલમ1-6 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL

error: Content is protected !!