વાંકાનેર તાલુકા કિશાન કોંગ્રેસ પ્રમુખ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરાઇ….
વાંકાનેર શહેરથી લજાઈ ગામને જોડતા 26 કીમીનો રોડ ઘણા સમયથી ખખડધજ હાલતમાં ફેરવાયેલ હોય બાબતે જવાબદાર તંત્રને અનેક રજૂઆતો બાદ આજસુધી કોઈ પગલાં લેવાયા નથી. જેથી આ મામલે વાંકાનેર તાલુકા કિશાન કોંગ્રેસ પ્રમુખ ફારૂકભાઈ કડીવાર દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી આ રોડના નવિનીકરણની માંગ કરવામાં આવી છે…
અત્રે ઉલ્લેખનીય છે કે આ રોડ પર અનેક ઔઘોગિક એકમો તથા પ્રખ્યાત જડેશ્વર મહાદેવ મંદિર તેમજ ટંકારા, લજાઈ, કોઠારીયા, તિથવા, ટોળ, રાતીદેવળી, અમરાપર સહિતના ગામોને જોડતો હોય જેથી મોટી સંખ્યામાં ખેડૂતો તથા નાગરિકો આ રોડ પરથી અવરજવર કરતા હોય જેમાં અતિ બિસ્માર/ખખડધજ હાલતમાં ફેરવાયેલ આ રોડનું ચોમાસા પહેલા નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU