વાંકાનેરના રહેવાસી કૌશિક ગગજીભાઇ ધરોડીયાએ તેના મિત્ર યોગેશ મનસુખભાઈ વારેવાડીયાને હાથ ઉછીના રૂ. ૧,૮૦,૦૦૦/- આપેલ હોય જેની ચુકવણી પેટે યોગેશ વારેવાડીયાએ કૌશિક ધરોડીયાને ચેક આપેલ હતો, જે ફરિયાદીએ વટાવવા માટે બેંકમાં નાંખતા ચેક રીટર્ન થતા કૌશિક ગગજીભાઇ ધરોડીયાએ તા. ૨૬/૧૦/૨૦૨૧ ના રોજ તેમના વકીલ મારફતે આરોપીને લીગલ નોટીસ આપી અને નિયત સમયમર્યાદામાં તે રકમ આરોપી નહીં ચુકવતા,

તે અંગેની ફરિયાદ કૌશિક ગગજીભાઇ ધરોડીયાએ વાંકાનેર કોર્ટમાં મોરબીના રહેવાસી યોગેશ મનસુખભાઈ વારેવાડીયા સામે તેમના વકીલ મારફતે તા. ૦૬/૧૨/૨૦૨૧ ના રોજ દાખલ કરેલ અને ત્યારબાદ આ આરોપી હાજર નહીં થતા નામદાર કોર્ટે વોરંટ કાઢેલ અને હાજર રખાવેલ ત્યારબાદ સદરહુ કેસ નામદાર શ્રી આત્મદીપ શર્મા સાહેબની કોર્ટમાં ચાલી જતા આ કામના ફરિયાદીએ પોતાનો કેસ ની:શંકપણે સાબીત કરેલ હોય,

અને ફરિયાદીના વકીલશ્રી ફારૂક એસ. ખોરજીયાએ કરેલ ધારદાર દલીલો અને નામદાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના રજુ કરેલ ચુકાદાને માન્ય રાખીને આ કામના આરોપી યોગેશ મનસુખભાઈ વારેવાડીયાને કોર્ટે એક વર્ષની સજા અને રૂ. ૨,૫૦,૦૦૦/- નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સજા તથા ફરિયાદીને વળતર પેટે રકમ રૂ. ૨,૫૦,૦૦૦/- ચૂકવવાનો હુકમ કરેલ છે. આ કામના ફરિયાદી વતી વકીલ તરીકે ફારૂક એસ.ખોરજીયા, નાસીર એમ.જામ અને કૌશરબાનુ ખોરજીયા રોકાયેલ હતા….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!