વાંકાનેરની મોહંમદી લોકશાળા ખાતે હજયાત્રીઓ માટે વેક્સિનેશન કેમ્પ યોજાયો….

0

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ખાતે આવેલ મોહંમદી લોકશાળા ખાતે ગઇકાલે વાંકાનેર સિવિલ હોસ્પિટલ તથા પીર મશાયખ હોસ્પિટલ દ્વારા સંયુક્ત રીતે મોરબી જિલ્લાના હજયાત્રીઓ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં હજયાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા….

આગામી દિવસોમાં ખાનગી ટુર તથા હજ કમિટી ઓફ ઈન્ડિયા હેઠળ હજ પર જનારા મોરબી જિલ્લાના તમામ હજયાત્રીઓ માટેનો વેક્સિનેશન કેમ્પ મોહંમદી લોકશાળા ખાતે યોજાયો હતો, જેમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ તથા પીર મશાયખ હોસ્પિટલ દ્વારા 500 કરતા વધુ હજયાત્રીઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. આ તકે બંને હોસ્પિટલના સ્ટાફ તથા ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU