ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં બાદમાં યુવાનના ભાઈ પર જીવલેણ હુમલાનો પ્રયાસ, આરોપી સામે ગુનો નોંધાયો….

વાંકાનેર શહેર જુના જકાત નાકા નજીક વિવેકાનંદ સોસાયટી સામે રહેતા યુવાન પર પારકા ઝઘડામાં એક શખ્સ દ્વારા લમણે બંદૂક તાકી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી રોફ જમાવી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરતા બાબતે વાંકાનેર સીટી પોલીસમાં આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી મહેશભાઈ કાનાભાઈ ગોલતર (ઉ.વ. ૩૦, રહે. વિવેકાનંદ સોસાયટી, સામે, દોશી કોલેજના ખુણા પાસે, વાંકાનેર) એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગઇકાલે બપોરના સમયે તેમના ઘર પાસે એસટી બસ સાથે અકસ્માતનો બનાવ બનેલ હોય જેમાં આરોપી સતુભા દરબાર એસટી બસના ડ્રાઇવર સાથે ગાળો બોલતા હોય, જેથી ફરિયાદીના ભઈએ તેને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા બાબતે આ વાતનો ખાર રાખી થોડા સમય બાદ સરધારકા ગામના સતુભા દરબાર સાત નંબરની ગાડી લઈને તેમના ઘરે આવી ફરિયાદીને ‘ જાડિયા ભાઈ ક્યાં છે ? ‘ એમ પૂછી જેમ ફાવે તેમ બેફામ ગાળો બોલી, પોતાના પેન્ટના નેફામાંથી એક બંદૂક કાઢી ફરિયાદીના લમણે મૂકી બાદમાં હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી…

આ સાથે જ આરોપીએ પોતાની વરના ગાડીમાં જોરથી થાપો મારી ‘ હું સતુભા ડોન છું, મારૂં વાંકાનેરમાં કોઈ કાંઈ નો કરી લે, તારા ભાઈને સમજાવી દેજે, માત્ર આટલી જ વાર લાગે..’ તેમ કહી પોતાની ગાડી લઈને ત્યાંથી નિકળી જતા બાબતે ફરિયાદીએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 307, 504, 506(2) તથા હથિયાર ધારાની કલમ 25(1)(a), 25(1-B), 27 મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!