વાંકાનેર શહેર નજીક લીંબળા ગામ પાસે નેશનલ હાઇવે પર આવેલ મુસ્લિમ સમાજના ધર્મગુરૂ અને આસ્થાના પ્રતિક સમા ઇન્તેખાબ આલમ બાબા સાહેબની દરગાહ ખાતે આવતીકાલે બીજો ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે, જે અનુસંધાને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુરઆન ખ્વાની, તકરીર, આમ ન્યાઝ, ચંદલ શરીફ અને રાત્રે મહેફિલ-એ-શમાના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે….

• ઉર્ષના કાર્યક્રમો

કુરઆન ખ્વાની : ૧૨ માર્ચ ૨૦૨૩, રવિવાર : ચાંદ ૧૯ શાબાન: સવારે ૭:૩૦ થી ૮:૩૦

જલ્સ-એ-તકરીર અને નિયાઝે આમ : રવિવાર સવારે ૯:૦૦ થી ૧૦:૩૦

જુલુસે સંદલ અને રશમે સંદલ શરીફ : રવિવાર બાદ નમાઝે ઝોહર

મહેફીલ-એ-સમાઅ : રવિવાર બાદ નમાઝે ઈશા રાત્રે ૧૦:૩૦

આ બીજા ઉર્ષ મુબારક પ્રસંગે તમામ મુરીદિન તથા અકીદતમંદો હાજરી આપી સવાબે દારયન હાસિલ કરવાનું સજ્જાદાનશીન હઝરત પીર સૈયદ મોહમ્મદ ફાઝિલશાહબાવા સાહબ મદ્દઝિલ્લહુલઆલી અને દરગાહ કમિટી તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

 

error: Content is protected !!