મોરબી જિલ્લાના તમામ જથ્થાબંધ તેમજ છુટક દવાઓની દુકાનો ખાતે આગામી 20 માર્ચ પહેલા ફરજીયાત પણે CCTV કેમેરા લગાવવા અંગે મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે…
રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગ (NCPCR) ભારત સરકાર અને માદક પદાર્થ નિયંત્રણ કચેરી (NCB) દ્વારા સંયુક્ત એક્શન પ્લાન અનુસાર બાળકોમાં ડ્રગ્સ અને માદક દ્રવ્યોનો ઉપયોગ રોકવા અને ગેરકાયદેસર હેરફેર અટકાવવા માટે “એક યુધ્ધ નશે કે વિરૂધ્ધ અને નશા મુક્ત ભારત” નું લક્ષ્યાંક નકકી કરવામાં આવ્યું છે. જે અનુસાર શાળાઓ/શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના વિસ્તારમાં દવાઓનું વેચાણ કરતાં મેડીકલ સ્ટોર ઉપરથી શીડ્યુલ H, H1 અને X પ્રકારની દવાઓ બાળકો/અન્યને ડોક્ટર લેખિત લખાણ સિવાય વેચાણ કરવા પર પ્રતિબંધ તેમજ ફાર્મસી/કેમીસ્ટની દુકાનો ખાતે ફરજીયાત CCTV કેમેરા લગાવવા સુચના આપવામાં આવી છે…
આ પ્રકારની ડોક્ટરના લેખિત લખાણ સિવાય પ્રતિબંધિત દવાઓનું બાળકો/અન્યને વેચાણ કરવા અને પદાર્થ રાખવા ચોક્કસ બાબતનું નિયમન કરવાની જોગવાઇ કરેલ છે. આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. કે. મુછાર દ્વારા જહેરનામું બહાર પાડી હુકમો ફરમાવવામાં આવ્યા છે, જે અનુસાર મોરબી જિલ્લામાં આવેલ તમામ જથ્થાબંધ તેમજ છુટક દવાઓની દુકાનો ખાતે ફરજીયાત CCTV કેમેરા લગાડવાના રહેશે. CCTV કેમેરાની ગોઠવણી તે જગ્યામાં પ્રવેશતા વ્યક્તિઓના ચહેરા સ્પષ્ટ રીતે દેખાય તે રીતે લગાડવાના રહેશે. તેમજ ઉક્ત એકમના અંદરના ભાગોમાં પણ નિયત સંખ્યામાં સંપૂર્ણ એકમને આવરી લેતા CCTV કેમેરા અંદર તથા બહાર લગાડવાના રહેશે. તેમજ તેના બેકઅપની જાળવણી એક માસ સુધી રાખવાની રહેશે.
ઉપરોક્ત એકમ ખાતે CCTV કેમેરા જે તે સમયે ઉપલબ્ધ અદ્યતન ટેકનોલોજીવાળા અને નાઇટ વિઝન સુવિધા વાળા અને નિયત કરેલ સ્ટોરેજ કેપેસીટી સાથેની સુવિધા વાળા લગાવવાના રહેશે. તમામ CCTV કેમેરામાં ભારતીય માનક અનુસારના ચોક્કસ સમય અને તારીખ નિયત કરવાના રહેશે. દવાઓની દુકાનમાંથી વેચાણ કરવામાં આવતી શીડયુલ H, H1 અને X પ્રકારની દવાઓના વેચાણ સબંધિત રજીસ્ટરનું ડિજિટાઇઝેશન પણ કરવાનુ રહેશે. જેમાં આ હુકમનો અનાદાર કે ભંગ કરનાર અથવા તેમ કરવામાં મદદગારી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં હુકમ બહાર પાડવામાં આવ્યો છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC