મોરબી જિલ્લામાં પરપ્રાંતિય શ્રમિકોને કામે રાખી તેની માહિતી જીલ્લા વહીવટી તંત્રને આપવા સ્પષ્ટ આદેશ હોવા છતાં ઘણા કારખાનેદારો અને કોન્ટ્રાકટરો દ્વારા મજુરોની માહિતી ન અપાતાં તેમની વિરુદ્ધ જાહેરનામાં ભંગની કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં વાંકાનેર વિસ્તારમાં વધુ બે કોન્ટ્રાકટરો સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામની સીમમાં આવેલ ફ્યુચર રીફેક્ટરીઝ નામના કારખાનામાં કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટર મિહિરભાઈ અશોકભાઈ રાવલ અને વાંકાનેરમાં કડિયા કામનો કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટર પરવેઝ ઈબ્રાહીમ શેરસીયા એમ બંને કોન્ટ્રાક્ટરોએ પરપ્રાંતિય શ્રમિકોને કામે રાખી તેની માહિતી એશ્યોર મોરબી એપમાં અપલોડ નહીં કરતા પોલીસે બંને શખ્સો સામે જાહેરનામા ભંગ સબબ કાયદેસરની કાર્યવાહી કરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC