વાંકાનેર રેલ્વે સ્ટેશન નજીક એક રીક્ષા ચાલકને તેના જમાઈના મોટા ભાઈએ ‘મારા ભાઈના દિકરાને તમે કેમ નથી આપતાં ? ‘ તેમ કહી હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હિરાભાઈ માધાભાઈ સરૈયા (ઉ.વ. 50, રહે. હસનપર)એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમની દિકરી પોતાના દિકરા સાથે પિયરમાં રહેતી હોય જેથી ગઇકાલે જ્યારે ફરિયાદી પોતાની રીક્ષા લઇને રેલ્વે સ્ટેશન નજીક પેસેન્જરની રાહમાં હોય ત્યારે ત્યાં તેમના જમાઈ ભરતનો મોટો ભાઈ સમીર આવી ફરિયાદીને ‘ મારા ભાઈના દિકરાને કેમ નથી આપતાં ‘ કહેતા,
ફરિયાદીએ કહેલ કે બાળક હજું નાનું હોય અને તેની માં પણ પિયરમાં રહેતી હોય જેથી તે તેની સાથે રહે છે, તેમ જણાવતા ઉશ્કેરાયેલા આરોપીએ ફરીયાદી પર હુમલો કરી હાથમાં પહેરવાના કડલા વડે માર મારતાં ફરિયાદીના માથાના ભાગે ટાંકા આવેલ, જેથી આ બનાવમાં હિરાભાઈની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2