વાંકાનેર તાલુકાના હોલમઢ ગામ નજીક ગુરુવારે સાંજના સમયે રાજકોટના એક યુવાનની ખુન કા બદલા ખૂન ઉક્તિ સાર્થક કરતા તિક્ષ્ણ હથીયારોના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી હત્યા કેસમા મોરબી એલસીબી તથા વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ગણતરીની કલાકોમાં જ હત્યા કરનાર પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 20/05, ગુરૂવારના રોજ સાંજના સમયે વાંકાનેર તાલુકાના હોલમઢ ગામ નજીક પોતાનુ ડમ્પર લઇ નદીમાંથી રેતી ભરવા આવેલા રાહુલભાઇ રાજાભાઇ ઉર્ફે રાજુભાઇ ગોહીલ તથા તેના મિત્ર નીતીનભાઇ માધવજીભાઇ ડાભી (રહે. બંન્ને રાજકોટ) પર આરોપીઓ ૧). એજાજ ઉર્ફે હનીફભાઇ પાયક,

૨). સોહીલ નુરમામદભાઇ કાબરા, ૩). નીજામ નુરમામાદ હોથી સહિતના છ શખ્સો દ્વારા ઇનોવા કાર તથા એકટીવામાં આવી મૃતક યુવાનનું ડમ્પર રસ્તામાં ઉભું રખાવી ઘાતક હથિયાર વડે હુમલો કરી રાહુલભાઈની હત્યા કરી દેવામાં આવી હતી તેમજ નીતીનભાઇ માધવજીભાઇ ડાભીને નાની મોટી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી…

અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક યુવાન અને અન્ય પાંચ શખ્સો દ્વારા બે વર્ષ અગાઉ આરોપી એજાઝના ભાઈ સોહિલની રાજકોટ આરટીઓ કચેરી ખાતે સરાજાહેરમાં નિર્મમતા પુર્વક હત્યા કરી દેવામાં આવી હતી જે બનાવમાં મૃતક યુવાન હાલ પેરોલ પર બહાર આવેલ હોય જેથી મોકાનો લાભ લઇ ખુન કા બદલા ખૂન ઉક્તિ સાર્થક કરતા આરોપીઓ દ્વારા રાહુલની હત્યા કરવામાં આવી હતી…

આ હત્યાના બનાવમાં મોરબી પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા તથા નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઇની સુચના અને માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પીઆઇ વી. બી. જાડેજા, પીએસઆઇ એન. બી. ડાભી તથા વાંકાનેર તાલુકા પીએસઆઇ આર. પી. જાડેજા અને સમગ્ર પોલીસ ટીમ દ્વારા જુની અદાવતના કારણે બનેલ આ હત્યાના બનાવમાં આરોપી એઝાજ ઉર્ફે અજુ હનીફભાઇ પાયક(ઉ.વ. 28), સોહિલ નુરમારદભાઇ કાબરા(ઉ.વ. 31), નિજામુદિન નુરમામદ હોથી(ઉ.વ. 32), જુમાશા નુરશા શાહમદાર(ઉ.વ. 23) અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f