હાલ કોરોના મહામારી સામેની જંગ લડી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને યોગ્ય સારવાર ન મળતા તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં પણ ખાસ ઓક્સિજનના અભાવે ઘણા દર્દીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે શ્રી ગેલેકસી ક્રેડિટ કો. ઓપ. સોં લી.-વાંકાનેર દ્વારા આ કોરોના મહામારીના સમયમાં વાંકાનેરની પીર મસાયખ સાર્વજનિક હોસ્પિટલ ખાતે દર્દીઓની ઓક્સિજનની જરૂરીયાતને ધ્યાનમાં રાખી બે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીનો અર્પણ કરવામાં આવ્યા હતા….
એક તરફ સમગ્ર દુનિયાભરમાં કોરોનાની મહામારી એ માજા મૂકી છે અને બીજીબાજુ હાલ ચારેબાજુ સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે આ સંસ્થા દ્વારા વાંકાનેરની પીર મસાયખ સાર્વજનિક હોસ્પિટલ ખાતે કોરોના દર્દીઓને સરળતાથી ઓક્સિજન મળી રહે તેવા હેતુથી બે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરવામાં આવ્યા હતા…
આ તકે ગેલેકસી બેન્કના ડિરેકટર શ્રી ઈરફાન પીરજાદા સાહેબ, લિયાકતહુશેન બાદી, ચૌધરી સાહેબ, યાકુબભાઈ શેરસીયા, નજરહુશેન બાદી તેમજ પીર મસાયખ સાર્વજનિક હોસ્પિટલના ટ્રસ્ટીઓ મહંમદભાઈ કડીવાર, જલાલભાઈ પીંડાર, અલીભાઈ કડીવાર, મેનેજમેન્ટ વિભાગના અયુબભાઈ કડીવાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f