વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર એક પાણીના ટેન્કરે બાઇક ચાલકને અડફેટે લેતાં પરપ્રાંતીય બાઇક ચાલક યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અકસ્માત નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ લીઝોરા સિરામિક પાસે એક પાણીના ટેન્કર નંબર GJ 17 Y 2472 ના ચાલકે પોતાનું ટેન્કર પુરઝડપે ચલાવી રોડ પરથી પસાર થતા બાઇક નંબર GJ 03 EJ 0832 ને હડફેટે લેતાં બાઇક ચાલક યુવાન આઝાદ રામદાસ કુશવાહા (ઉ.વ. 19)નું ગંભીર ઈજા થતા મોત થયું હતું…
મૃતક યુવાન મુળ ઉતરપ્રદેશનો વતની હોય અને હાલ વાંકાનેરના માટેલ રોડ પર આવેલ લીઝોરા સિરામિકમાં કામ કરતો હતો. બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસ દ્વારા બેફિકરાઈ ટેન્કર ચલાવનાર ડ્રાઇવર વિરૂદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f