બે મહિના કરતાં વધુ સમયથી બંધ ગુજરાત ભરના માર્કેટિંગ યાર્ડો પુનઃ શરૂ કરવા કવાયત શરૂ : યાર્ડ બહાર પોતાની જણસો નીચાં ભાવે વહેંચી વેપારીઓ પાસે લુંટાતા ખેડૂતોને યાર્ડ પુનઃ શરૂ થતાં હાશકારો : આવતી કાલથી વાંકાનેર યાર્ડ પુનઃ કાર્યરત થશે….
હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે છેલ્લા બે મહિના કરતાં વધુ સમયથી ગુજરાતભરના માર્કેટિંગ યાર્ડો સરકાર દ્વારા બંધ કરાવવામાં આવ્યા હતા જેમાં આવતીકાલે સરકાર દ્વારા 36 શહેરોમાં થયેલી મીની લોકડાઉન હળવું કરાતા ગુજરાતભરના માર્કેટિંગ યાર્ડ પુનઃ શરૂ કરવા કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં આવતીકાલથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પુનઃ રાબેતા મુજબ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે….
બાબતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ વધુમાં જણાવ્યું છે કે આવતી કાલ તા. 22/05/2021 ને શનિવારના રોજથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે દરેક ખેત જણસીની હરાજી શરૂ કરવામાં આવશે તેમજ આજરોજ તા. 21/05, શુક્રવારે બપોરના બે વાગ્યા બાદ તમામ જણસીની ઉતરાઈ પમ શરૂ કરી દેવામાં આવશે. જેથી તમામ ખેડૂતો, વેપારીઓ, દલાલો અને મજુરોએ આ બાબતની નોંધ લેવી…
આ સાથે જ યાર્ડ ખાતે આવતા દરેક વ્યક્તિએ સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ ફરજિયાત માસ્ક, ગેટ પર સેનીટાઇઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિતના તમામ નિયમોનું ફરજીયાત પાલન કરવાનું રહેશે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f