વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણી અશરફભાઈ બાદી દ્વારા વાંકાનેર શહેર પી.આઈ.ને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક ઘટતા પગલાં લેવા માંગ કરી…

વાંકાનેર હાઈવે ચોકડીથી ચંદ્રપુર ગામ તરફ જતા હાઈવે પર બંને બાજુના સર્વિસ રોડ પર લાંબા સમયથી ગેરકાયદેસર રીતે વાહનો પાર્કિંગ કરવામાં આવે છે જેનાથી અહિંથી પસાર થતા નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી આ બાબતે વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણી અશરફભાઈ બાદી દ્વારા વાંકાનેર શહેર પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિતમાં રજૂઆત કરી બાબતે તાત્કાલિક ઘટતા પગલાં લેવા માંગ કરી છે….

બાબતે તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે વાંકાનેર હાઇવે સર્કલથી ચંદ્રપુર તેમજ ભાટિયા સોસાયટી તરફ જતાં રેલ્વે ક્રોસ સર્વિસ રોડમાં ગટર તેમજ વરસાદનું પાણી વધારે પ્રમાણમા ભરાતું હોય, ચંદ્રપુર ભાટિયા વિસ્તારમાં વધારે પ્રમાણમા કોમર્સિયલ બીજનેશ, હોસ્પિટલ, સ્કૂલ, અનેક પ્રકારના શો-રૂમ, માર્કેટિંગ યાર્ડ, પેટ્રોલપંપો તેમજ અનેક પ્રકારના નોકરી અને વ્યવસાય કરતાં લોકો રહેતા હોય જેથી દરરોજ હજારોની સંખ્યામાં લોકોને વાહન કે પેદલ પસાર થાવું મુશ્કેલ હોય,

નછૂટકે મજબૂરન હાઇવેનો રોંગસાઇડ મિસરી હોટેલ તેમજ ભાટિયા સોસાયટી બાજુ શિવશક્તિ હોટેલ સુધી ઉપયોગ કરવો પડતો હોય, જ્યાં સુધી બંને સર્વિસરોડ ચાલવા લાયક ન થાય ત્યાં સુધી, હાઇવેની બંને સાઈડ મિસરી હોટેલ તેમજ શિવશક્તિ હોટેલ સુધી હાઇવે પર થતાં વાહનોના પાર્કિંગ ઉપર રોક લગાવવા તેમજ બંને બાજુના સર્વિસ રોડ પર પાર્ક કરવામાં આવતા મોટા માલ વાહક વાહનો (ટ્રક) પણ વાહનવ્યવહાર માં નડતરરૂપ હોય જેથી તેને પણ હટાવી અને આવા લોકો સામે સખ્ત કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે…

આ સાથે જ છેલ્લા 15 દિવસમાં આ વિસ્તારમાં બેથી વધુ મોટા અકસ્માત સર્જાયા હોય જેમાં બે લોકોએ જીવ ગુમાવેલ હોય જેની ખાસ નોંધ લઇ અને આગામી સમયમાં વધુ લોકો આવી ગંભીર બેદરકારીનો ભોગ ન બને તેથી બાબતે તાત્કાલિક સખ્ત પરિણામ લક્ષી કામગીરી કરવા અશરફભાઈ બાદીએ રજૂઆત કરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN

 

error: Content is protected !!