15 થી વધારે કંપનીઓ દ્વારા 90 થી વધારે એપ્રેન્ટીસોની ભરતી કરાશે…
ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ, નિયામકશ્રી રોજગાર અને તાલીમ હેઠળની આઈ.ટી.આઈ મોરબીના આચાર્ય અને એક્સ.ઓફીસીઓની યાદી મુજબ મોરબી જિલ્લા કક્ષાના એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન આગામી તા. 31/07/21ના શનિવારના રોજ સવારે 10 વાગ્યે વાંકાનેર આઈ. ટી. આઈ. ખાતે કરવામાં આવ્યું છે…
આ ભરતી મેળામાં મોરબી જિલ્લાની અલગ અલગ 15 થી વધારે કંપનીઓ ભાગ લેશે તેમજ આ ભરતી મેળામાં અંદાજે 90 થી વધારે એપ્રેન્ટીસોની ભરતી કરવામાં આવશે. ભરતી મેળામાં ગ્રેજયુએટ/ડિગ્રી/ડિપ્લોમા/આઈ.ટી.આઈ/ PMKVY શોર્ટ ટર્મ કોર્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો જોડાઈ શકશે….
ભરતી મેળામા ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારે જરૂરી ડોકયુમેન્ટ ૧). આધાર કાર્ડ, ૨). ગ્રેજયુએટ/ ડિગ્રી /ડિપ્લોમા /આઈ.ટી.આઈ/PMKVY શોર્ટ ટર્મ કોર્ષ (શૈક્ષણિક લાયકાત મુજબ)ની માર્કશીટ, ૩). શાળા છોડયાનું પ્રમાણપત્ર વગેરે સાથે લાવવાના રહેશે. એપ્રેન્ટીસોને નિયમ મુજબ શૈક્ષણિક લાયકાત અનુસાર સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે. તેમજ ભરતી મેળાની વધુ માહિતી માટે જી. આર. અજોલા ( AAA) -7490013873, એચ. આર. બોપલીયા ( AAA) – 7016639451નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN