વાંકાનેર શહેર પોલીસ દ્વારા વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીકથી પસાર થતી એક કારને રોકી તલાસી લેતાં તેમાંથી 13 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કુલ રૂ. 92,157 ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહ હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર પોલીસના માર્કેટિંગ યાર્ડ નજીક પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક કાર નં. GJ 1 KA 0581ને રોકી તલાશી લેતાં તેમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ-13 બોટલ વિદેશી દારૂ(કિ. 12,157) મળી આવ્યો હતી જેથી કરીને પોલીસે કારચાલક આરોપી મનોજભાઈ કાનજીભાઈ ખુંગલા (ઉ.વ. 31, રહે. રવાપર રોડ, મોરબી) ની કુલ રૂ. 92,157 સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN

 

error: Content is protected !!