વાંકાનેર તાલુ2237-2કામાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, જેના કારણે મોટા ભાગના નદી-નાળા છલકાય ગયા હતા. બાબતે વાંકાનેર તાલુકાના કણકોટ ગામના લોકો વર્ષોથી ચોમાસામાં ગામની નદીમાં ઘોડાપૂર આવવાથી ગામ સંપર્ક વિહોણું બનવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જેથી આ બાબતે RTI એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર અર્જુનસિંહ વાળા દ્વારા મોરબી જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે….

સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન તાલુકા પંચાયતની કણકોટ સીટ પર આમ આદમી પાર્ટીમાંથી ચુંટણી લડેલા અર્જુનસિંહ દ્વારા ગામલોકોની આ વર્ષો જુની સમસ્યાની બાબતે સ્થાનિક કલેક્ટરની રજુઆત કરી આ સમસ્યા‌ બાબતે તાત્કાલિક પગલાં ભરી અને કણકોટ ગામની આગળના ભાગે પસાર થતી નદી પર પુલ બાંધવા રજુઆત કરવામાં આવી હતી.‌..

 

ચોમાસાની સિઝન દરમિયાન સામાન્ય વરસાદથી પણ કણકોટ ગામના લોકો સંપર્ક વિહોન બનતા હોય છે. કણકોટ ગામમાં આવવા જવા માટે આ એક મુખ્ય માર્ગ હોય અને ચોમાસા દરમ્યાન તે બંધ થતાં ઇમરજન્સી સારવાર માટે પણ ગામલોકો હોસ્પિટલ સુધી પહોંચી શકતા નથી જેથી તેમને ઘરમાં રહીને પીડા સહન કરવાનો વારો આવે છે. જેથી આ બાબતે ઘટતું કરી ગામલોકોની વર્ષો જુની સમસ્યાનો હલ કરવા રજુઆત કરવામાં આવી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN

 

error: Content is protected !!