ટ્રક ચાલકે એક્ટિવાને ઠોકરે ચડાવતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં એક યુવાનનું મોત, એક ગંભીર ઈજાગ્રસ્ત થયેલ….
વાંકાનેર હાઈવે ચોકડી નજીક ગત તા. ૧૪ ના રોજ રાત્રીના ૮:૩૦ વાગ્યાની આસપાસ એક ટ્રક ચાલકે એક્ટિવા બાઈકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતાં એકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે એક યુવાનને પગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જે બનાવમાં મૃતક યુવાનના પિતાએ ટ્રક ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબફરિયાદી મહમદભાઈ અલાઉદ્દીનભાઈ શેરસીયાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીનો દિકરો સાબિર મહમદભાઈ શેરસીયા (ઉ.વ. ૧૬) અને તેનો મિત્ર અવેશ ઇદ્રીશભાઈ શેરસીયા ગત તા. ૧૪ ના રોજ રાત્રીના ૮:૩૦ વાગ્યાની આસપાસ એક્ટિવા નં. GJ 03 HN 3054 લઇને વાંકાનેર શહેરથી ચંદ્રપુર તરફ આવી રહ્યા હોય ત્યારે નેશનલ હાઇવે પર મુબિન ઓટોની સામે પહોંચતા તેમના એક્ટિવાને ત્યાંથી પસાર થતા એક ટ્રક નંબર MH 24 AU 6843 ના ચાલકે પાછળથી હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક સાબિર ટ્રકના પાછળના ટાયરના જોટામાં આવી જતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે બાઇક પાછળ બેસેલ અવેશ ટ્રકના આગળના ટાયરમાં આવી જતા તેના બંને પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો….
આ બનાવમાં ટ્રક ચાલકે ગંભીર બેદરકારી દાખવી પોતાનું વાહન ગફલતભરી રીતે ચલાવી અકસ્માત સર્જી પોતાનું વાહન સ્થળ પર મુકી નાસી જતાં બાબતે મૃતક યુવાનના પિતાએ ટ્રક ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે ટ્રક ચાલક સામે આઇપીસી કલમ 279, 304 A, 337, 338 તથા મોટર વ્હીકલ એક્ટ 184, 134, 177 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU