વાંકાનેર વિસ્તારમાં યમરાજે ધામા નાખ્યા હોય તેમ છેલ્લા ત્રણથી ચાર દિવસમાં અકસ્માતોની હારમાળામાં બે થી ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે ફરી ગતરાત્રીના વાંકાનેર-જડેશ્વર રોડ પર રાતીદેવળી ગામ નજીક એક કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરથી જડેશ્વર તરફ જતા રોડ પર ગતરાત્રીના એક કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં રાતીદેવળી ગામ નજીક પસાર થતી એક કાર નં. GJ 03 ER 8684 અને બાઈક નં. GJ 03 DF 3932 વચ્ચે અકસ્માત સર્જાતા, કાર પલ્ટી ખાઇ ગઇ હતી, જેમાં મહેન્દ્રભાઈ બચુભાઈ વાગડીયા (ઉ.વ. ૫૮, રહે. પ્રતાપ ચોક, વાંકાનેર) અને હર્ષ મહેન્દ્રભાઈ વાગડીયાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!