વાંકાનેર-કુવાડવા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ અગ્રણી એવા મહંમદજાવેદ પીરઝાદાનો આજે જન્મદિવસ છે, જેઓ પોતાના લોક ચાહના અને લોકહિતના કામોથી સતત ત્રણ ટર્મથી વાંકાનેરના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઇલ પર, રૂબરૂ અને સોસીયલ મિડિયામાં જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે…


મહંમદજાવેદ પીરઝાદા રાજકારણમાં આવ્યાં પહેલા તેઓ પીપળીયા રાજ ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય બાદ તેઓ પારિવારિક વારસોને આગળ વધારી રાજકારણમાં સક્રિય થયા હતા જેમાં અત્યાર સુધીમાં તેઓ રાજકોટ જીલ્લા પંચાયતના સદસ્ય તથા શિક્ષણ સમિતિના ચેરમેન, વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય સહિત વિવિધ હોદ્દાઓ પર સેવા આપી ચુક્યા છે, જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી વાંકાનેરના લોકલાડીલા પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC


