રાજકોટ મંદિરનાં કોઠારી પૂ. બ્રહ્મતીર્થ સ્વામી હસ્તે મુખ્ય પૂજન વિધિ કરાઈ…

વાંકાનેર શહેર ખાતે રાજકોટ રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 16માં પાટોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા..

બીએપીએસ સંસ્થા દ્વારા પ.પૂ. પ્રમુખ સ્વામીની પ્રેરણાથી વિશ્વનાં અનેક દેશોમાં 1200 થી વધુ હરી મંદિરો અને શિખર બધ્ધ મંદિરોનાં નિર્માણ કરાયા છે, જેમાંનું એક વાંકાનેર મંદીર વર્ષ 2007માં નિર્માણ કરવામાં આવ્યું હતું, પ્રમુખ સ્વામીનાં કૃપા પાત્ર સંત પૂ. ડોકટર સ્વામી હસ્તે આ મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ મૂર્તિ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, ગઢડા અને વાંકાનેર મંદીરનું મિની હિલ સ્ટેશન સમા કુદરતી સૌંદર્ય વચ્ચે નિર્માણ કરવામાં આવ્યું છે,

ત્યારે મંદીરમાં આવનાર દર્શનાર્થીઓને સૌંદર્ય અને શાંતિનો અહેસાસ અહી થાય છે, જેમાં આજે મંદિરના 16માં પાટોત્સવની ઉજવણી અંતર્ગત રાજકોટ મંદિરનાં કોઠારી પૂ. બ્રહ્મ તીર્થ સ્વામી હસ્તે મુખ્ય પૂજનવિધિ કરવામાં આવી હતી અને બહોળી સંખ્યામાં નાગરિકોએ સમૂહ પૂજાનો, થાળ ગાન, આરતી, પ્રસાદનો લાભ લીધો હતો…

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા મોરબી ક્ષેત્રનાં સંત નિર્દેશક પૂ. હરિસ્મરણ સ્વામી, મંગલ પ્રકાશ સ્વામી, વાંકાનેર સત્સંગ મંડળનાં અગ્રણી જયેશભાઈ રામાણી, હંસાબેન રામાણી, સુમિતભાઈ ત્રિવેદી સહિત સમગ્ર સત્સંગ મંડળનાં કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!