વાંકાનેર તાલુકાના અદેપર ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાનો ૪૦૦ લિટર આથો ઝડપાયો…

0

વાંકાનેર તાલુકાના અદેપર ગામની સીમમાંથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી દેશી દારૂ બનાવવાનો ૪૦૦ લિટર આથો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના અદેપર ગામની સીમમાં નાળીયેરી ગામ તરફ જવાના રસ્તા પર આરોપી ભુપત ઉર્ફે ભુદર ધરમશીભાઇ વાઘાણીના ખેતરની બાજુમાં આવેલ ખરાબામાં દરોડા પાડી દેશી દારૂ બનાવવાનો ૪૦૦ લિટર ઠંડો આથો ઝડપી લીધો હતો….

વાંકાનેર તાલુકા પોલીસની આ રેઈડ દરમિયાન સ્થળ પર આરોપી ભુપત મળી આવ્યો નહોતો, જેથી પોલીસે આરોપી સામે પ્રોહિ.કલમ-૬૫(એફ) મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC