મૃતકના પુત્રએ બેદરકારી પુર્વક એસ.ટી. બસ ચલાવી અકસ્માત સર્જનાર બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી…
રાજકોટ શહેર ખાતે રહેતા રસિકભાઈ છગનભાઈ જેઠવા (ઉ.વ. ૬૦) નામના વૃદ્ધ ગત શનિવારે રાજકોટથી પોતાના TVS જ્યુપીટર નં. GJ 01 EU 7069 લઈ વાંકાનેર ખાતે પૌત્રી જીસાનો જન્મદિવસ ઉજવવા આવી રહ્યા હોય ત્યારે સિંધાવદર ગામ નજીક એક એસ.ટી. બસના ચાલકે તેમના બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં રસિકભાઈનું મોત થયું હતું…
આ બનાવમાં મૃતક વૃદ્ધના પુત્ર અમીતભાઈ જેઠવાએ ગંભીર બેદરકારી દાખવી ફુલ સ્પીડ માં એસ.ટી. બસ ચલાવી અકસ્માત સર્જી વૃદ્ધનું મોત નિપજાવનાર એસ.ટી. બસ નં. GJ 18 Z 4558 ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એસ.ટી. બસના ચાલક સામે આઇપીસી કલમ 279, 304A તથા મોટર વ્હીકલ એક્ટ 177, 184, 134 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC