હળહળતા કળિયુગની પ્રતીતિ કરાવતા કિસ્સો વાંકાનેર ખાતે નોંધાયો છે, જેમાં કૌટુંબિક કાકાએ પોતાની સગીર વયની ભત્રીજી ઉપર નજર બગાડીને હેવાનીયત આચરી હતી. કૌટુંબિક કાકાના કુકર્મનો ભોગ બનેલી સગીરાએ બાળકીને જન્મ આપતા અંતે કૌટુંબિક કાકાની હવસલીલાનો ભાંડો ફૂટ્યો હતો. આથી આ બનાવ અંગે સગીરાના પિતાએ વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોકસો એકટ હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે….

બનાવની વાંકાનેર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર નજીક રહેતા એક શ્રમિક પરિવારની સગીર વયની દીકરીને તેના જ કૌટુંબિક કાકાએ હવસનો શિકાર બનાવી હતી. જેમાં વાસનામાં અંધ બનેલા આ નરાધમે અવારનવાર સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું જેથી કૌટુંબિક કાકાની હેવાનીયતનો શિકાર બનેલી સગીરા ગર્ભવતી બની ગઈ હતી,

જે બાદ તા.26 ના રોજ સગીરાએ બાળકીનો જન્મ આપતા કૌટુંબિક કાકાની હવસલીલાનો ભાંડો ફૂટી ગયો હતો અને કૌટુંબિક કાકાએ સગીરા ઉપર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દીધાનું બહાર આવતા આ મામલે ભોગ બનનાર પીડિતાના પિતાએ વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે આરોપી કિરણ ફુલજીભાઈ સામે દુષ્કર્મ અને પોકસો એકટનો ગુન્હો નોંધી તેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

error: Content is protected !!