વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ ખાતે થોડા સમય પહેલા પરિણીતાએ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં મૃતક મહિલાની માતાએ પરિણીતાના સાસરિયાઓ સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેથી વાંકાનેર પોલીસે બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી નંદુબા ભાવસંગજી જાડેજા (ઉ.વ. 48, રહે. મંગરા, તા.મુન્દ્રા, જી. ભુજ-કચ્છ)એ આરોપીઓ યોગીરાજસિંહ સબળસિંહ ઝાલા, ઇન્દ્રાબા સબળસિંહ ઝાલા (રહે.વધાસીયા, તા-વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદીની દિકરી પ્રીયાબા (ઉ.વ. 24)ને તેના દિયર યોગીરાજસિંહ સબળસિંહ ઝાલા તથા સાસુ ઇન્દ્રાબા સબળસિંહ ઝાલાએ ‘ તું કરીયાવરમાં કાંઇ લાવેલ નથી અને તારા મા-બાપે તને કરીયાવરમાં કાંઇ આપેલ નથી ’ તેમ કહી કરીયાવારની માંગણી કરી તે બાબતે મેણા-ટોણા બોલી, દુ:ખ-ત્રાસ આપતા પ્રીયાબાથી આ દુઃખ-ત્રાસ સહન નહી થતા ગત તા.17 ના રોજ રાત્રીના સાડા નવ-દસ વાગ્યાના સુમારે પોતાની જાતે એસીડ પી આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેમાં પરિણીતાનું બેભાન હાલતમાં મોત થયું હતું….

જેથી આ બનાવમાં પરિણીતાની માતાએ સાસરિયાં પક્ષ સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે સાસરીયા પક્ષ સામે ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN

error: Content is protected !!