ચીનમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવચેત બની છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રીવ્યુ બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં કોવિડ 19ની સ્થિતિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં ઓક્સિજન, દવા, કોવિડ કેર સેન્ટર, રસીકરણ જેવી સુવિધા બાબતે રિવ્યૂ કરવામાં આવ્યો હતો. શહેરી વિસ્તાર અને જિલ્લામાં આરોગ્ય માટેની સગવડ કેવા પ્રકારની છે ? તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી…

ચીનમાં કોરોનાનો ખતરનાક ઓમિક્રોનનો સબ વેરિયન્ટ BF.7ના કેસો જે રીતે આવી રહ્યા છે. ત્યારે સૂત્રો મુજબ ઓમિક્રોનના સબવેરિયન્ટના ગુજરાતમાં બે કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ અને વડોદરામાં એક એક કેસ નોંધાયો છે. અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં એક અઠવાડિયા પહેલા તે વ્યક્તિને કોરોના થયો હતો અને તેના જિનોમ સિકવન્સ માટે ગાંધીનગર ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જીનોમ સિક્વન્સની તપાસમાં ઓમિક્રોનનો સબ વેરિયન્ટ હતો. અમદાવાદમાં એક અઠવાડિયા પહેલા કેસ નોંધાયો હતો. જ્યારે વડોદરામાં જે કેસ નોંધાયો છે તે નવો કેસ છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હજી સુધી આ મામલે કોઇ જાહેરાત કરવામાં આવી નથી…

ચીનમાં જે કોરોનાના વેરિયન્ટ પ્રમાણે કેસો આવી રહ્યા છે તે કયા છે તે હજી સુધી સ્પષ્ટ નથી અને WHO દ્વારા પણ હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ગુજરાતમાં જે પણ કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે, તેના દરેકના જિનોમ સિક્વન્સ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હજી સુધી કોઈ એવો કોઈ કેસ ગુજરાતમાં જોવા મળ્યો નથી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

 

error: Content is protected !!