યુવાનો દ્વારા વાંકાનેર મામલતદાર મારફતે શ્રમ-રોજગાર મંત્રી અને સચિવશ્રીને લેખીતમાં આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી…

ગત તા. ૧૧/૧ ના રોજ ગુજરાતના પંચાયત વિભાગ દ્વારા ગ્રામસેવકની ભરતી નિયમોમાં બી.એસ.સી એગ્રીકલ્ચર, બી.એસ.સી હોર્ટિકલચર, BE (એગ્રીકલ્ચર)નો સમાવેશ કરવાની જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી કૃષિ ક્ષેત્રના ડિપ્લોમાં અને BRSના વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય માટે આ પરિપત્ર રદ કરવા માટે આજે વાંકાનેર મામલતદાર મારફતે શ્રમ-રોજગાર મંત્રી અને સચિવશ્રીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે…

આ રજુઆત મુજબ કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRSના વિદ્યાર્થીઓ માટે સરકારી ક્ષેત્રમાં માત્ર ‘ગ્રામસેવક’ પુરતી જ રોજગારીની તક રહેલી હોય તેમજ વર્ગ-૩ની તેમના અભ્યાસક્રમને અનુરૂપ ફિલ્ડને લગતી પોસ્ટ છે, જ્યારે બી.એસ.સી એગ્રીકલ્ચર, બી.એસ.સી હોર્ટિકલચર, BE (એગ્રીકલ્ચર) વગેરેને એગ્રીકલ્ચર ઓફીસર, વિસ્તરણ અધિકારી ખેતી-બાગાયત વિભાગમાં જેવી અનેક ભરતીઓમાં માન્ય ગણવામાં આવે છે અને રોજગારી માટેના પૂરતી તકો રહેલી છે,

તેમજ આ તમામ પોસ્ટ માટે કૃષિ ક્ષેત્રના ડિપ્લોમાના અભ્યાસક્રમો અને B.R.S ને લાયક ગણવામાં નથી આવી રહ્યા, વળી ગ્રામસેવકની ભરતી નિયમોમાં બી.એસ.સી એગ્રીકલ્ચર, બી.એસ.સી હોર્ટિકલચર,BE (એગ્રીકલ્ચર)નું શૈક્ષણિક સ્તર ઊંચું હોવાથી આડકતરી રીતે ઉચ્ચ ડિગ્રીઓ સાથે ડિપ્લોમા અને B.R.Sની સ્પર્ધા કરાવવી એ ગ્રામસેવક ભરતી નિયમોમાં ડિપ્લોમા અને BRSનો સમાવેશ ન બરાબર છે, કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRSના વિદ્યાર્થીઓ માટેની ગ્રામસેવકની ભરતી નિયમોમાં બી.એસ.સી એગ્રીકલ્ચર, બી.એસ.સી હોર્ટિકલચર, BE (એગ્રીકલ્ચર)નો સમાવેશ કરવાથી BRS અને કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા સાથે સીધો જ અન્યાય છે,

જેમાં તા. ૨૫.૧૧.૨૦૧૯ ના રોજ પંચાયત વિભાગ દ્વારા ગ્રામસેવકની ભરતી માટેના નવા નિયમો બનાવવામાં આવેલા તેમાં પણ બી.એસ.સી એગ્રીકલ્ચર, બી.એસ.સી હોર્ટિકલચર,BE (એગ્રીકલ્ચર)નો સમાવેશ કરેલ નથી અને ત્યારબાદ એકપણ વાર ભરતી થઈ નથી ત્યાં અચાનક આ પ્રમાણે નિયમોમાં ફેરફાર કરવાથી કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRSના વિદ્યાર્થીઓ સાથે સીધો જ અન્યાય થાય છે.

જેથી સબંધિત વિભાગો દ્વારા કોઈપણ નિર્ણયથી વિદ્યાર્થીઓ સાથે અહીત ન થાય તે માટે અગાઉ તા. ૧૭/૦૭/૨૦૨૧ ના રોજ તેમજ ૨૭/૧૨/૨૦૨૧ ના રોજ અનેક આવેદનપત્રો દ્વારા તેમજ ૨૭/૧૨/૨૦૨૧ ના રોજ પંચાયત મંત્રીશ્રી, મુખ્યમંત્રી શ્રી,કૃષિ‌ મંત્રીશ્રી અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગને પત્ર દ્વારા રજુઆત કરી હતી, તેમ છતાં કૃષિ ક્ષેત્રના ડિપ્લોમા અને BRSના વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી ન હોઈ તેવું ધ્યાને આવે છે. આમ છતાં ડિપ્લોમા અને BRS ના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા અને વિદ્યાર્થીઓના સંગઠનો દ્વારા દરેક જિલ્લાઓમાં આવેદનપત્રો આપ્યા અને સચિવાલય ખાતે રજૂઆતો કરવામાં આવી આમ છતાં કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં ન આવ્યો. માટે આજે ફરી રાજ્યના દરેક જિલ્લાઓમાં આવેદનપત્ર દ્વારા સરકારને જાણ કરીએ છે કે આ આવેદનપત્રો બાદ તાત્કાલિક ધોરણે તા. ૧૧/૦૧/૨૦૨૨નો પરિપત્ર રદ કરવા માંગણી કરવામાં આવી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W

 

error: Content is protected !!