વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ અમરધામ મંદિર પાસેથી પસાર થતી એક રિક્ષાને બાઈક ચાલકે ઓવરટેક કરતા રિક્ષા ચાલકે અચાનક બ્રેક મારવી પડી હતી જેથી આ બાબતે રિક્ષા ચાલકે બાઇક ચાલક સાથે બોલાચાલી કરી ગાળો આપી પોતાની પાસે રહેલ પાઇપ યુવાનને માથામાં પાછળના ભાગે ફટકારતાં યુવાનને ૧૦ થી ૧૨ જેટલા ટાંકા આવ્યા હતા જેથી યુવાનને આ બાબતે આરોપી રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામ ખાતે રહેતા ગોપાલભાઈ જીવાભાઈ ડાભી (ઉ.વ. 21) પોતાનું બાઇક લઇને માટેલ રોડ પર આવેલ અમરધામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે રીક્ષા નંબર GJ 36 U 5244 ના ચાલત વિજયભાઈ દિનેશભાઈ વીંજવાડીયા(રહે માટેલ)ની રિક્ષાને ઓવરટેક કરી અચાનક પોતાનું બાઇક વાળી લેતા રિક્ષા ચાલકને બ્રેક લગાવી પડી હતી જેથી આ બાબતનું સારું નહીં લાગતા તેણે બાઇકચાલક ગોપાલભાઈ સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપીને પાઇપ વડે તેના ડાબા હાથે અને પગમાં તેમજ માથામાં પાછળના ભાગે પાઇપનો ઘા ફટકાર્યો હતો જેથી ગોપાલભાઈને માથામાં દસથી બાર જેટલા ટાંકા આવ્યા હતા…
બનાવ બાદ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી સારવાર લીધા બાદ યુવાને રીક્ષા ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રિક્ષા ચાલક વિજયભાઈ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W