વાંકાનેર શહેરના દરબારગઢ વાળી શેરીમાં હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયેલા એક યુવાનને ઘર પાસે બાઈક પાર્ક કરવા બાબતે એક શખ્સે હુમલો કરી લાકડી વડે માર મારતાં આ બનાવની યુવાને વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના દરબારગઢ નજીક આવેલ અપ્સરા શેરીમાં રહેતા ફરિયાદી ઘનશ્યામભાઇ કનૈયાલાલ દંગી દરબારગઢ વાળી શેરીમાં આવેલા હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારે મંદિર નજીક બાઈક પાર્ક કરતા અનિરૂધ્ધસિંહ ઉર્ફે લાલભા ગંભીરસિંહ ઝાલા નામના શખ્સે બાઇક પાર્ક કરવા બાબતે ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો..
જેથી ફરિયાદીએ આરોપીને હમણાં જ દર્શન કરીને જતો રહીશ તેમ જણાવતા આરોપી ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ગાળો ભાંડી, લાકડીનો ઘા ફટકારતાં ફરિયાદીને કપાળમાં સાત ટાકા લેવા પડયા હતા…
જેથી આ બનાવ અંગે ફરિયાદીએ આરોપી સામે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઈપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W