મોરબી જીલ્લામાં કોરોના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે જેનાથી વિપરીત મૃત્યુ આંકમાં વધારો થઇ રહ્યો છે. જેમાં આજે મોરબી જીલ્લામાં કોરોનાના કુલ 16 નવા કેસ નોંધાયા છે, જ્યારે વાંકાનેર તાલુકામાં એક દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે…
મોરબી જીલ્લામાં આજે નોંધાયેલ 16 નવા કેસોમાં મોરબી તાલુકાના 9 કેસો, જેમાં 6 ગ્રામ્ય અને 3 શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકામાં 5 કેસો અને ટંકારા તાલુકાના 2 કેસોનો સમાવેશ થાય છે. સાથે આજે કુલ 21 દર્દીઓ કોરોના મુક્ત થયા છે, જેથી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક 101 થયો છે. આજે મૃત્યુ પામેલા એક દર્દી જેઓ વાંકાનેર તાલુકામાં રહેતા હોય અને 68 વર્ષના વૃદ્ધ મહિલા જેને કોરોનાની સાથે લ્યુકેમિયા તથા બ્લડ કેન્સર ની બીમારી હતી તેમજ તેમણે કોરોના રસીના એક પણ ડોઝ લીધેલ ન હોય જેનું મોત થયું છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W