વાંકાનેર શહેર નજીક આવેલ લીંબાળા ધાર વિસ્તારમાં શેરીમાં બાળક રમતો હોય દરમિયાન ઝઘડો થયો હતો, જેથી આ બાબતે બાળકના પિતાએ આરોપીને ‘ મારા દીકરાને ઝાપટ કેમ મારી ‘ તેમ કહેતા જે બાબતનું સારું નહીં લાગતાં ચાર શખ્સોએ ઉશ્કેરાઈ જઈ યુવાન પર હુમલો કરી માર માર્યો હતો, જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ લીંબાળા ધાર વિસ્તારમાં રહેતા દેવાભાઇ શામજીભાઈ સત્રોટિયાનો દીકરો તેઓના ઘર પાસે રમતો હતો અને ત્યારે ત્યાં ઝઘડો થયો હતો અને દરમિયાન આરોપી સંઘાભાઈ પ્રેમજીભાઈ સીતાપરાએ તેને ઝાપટ મારી દીધી હતી, જેથી દેવાભાઈના દિકરાએ ઘરે આવીને પિતાને આ બાબતે કહેતા દેવાભાઈ ત્યાં ગયા હતા અને કેમ મારા દીકરાને ઝાપટ મારે છે તેવું કહેતા આરોપી સંઘાભાઈ પ્રેમજીભાઈ સીતાપરા, દેકાભાઈ પ્રેમજીભાઈ સીતાપરા,

ભરત ઉર્ફે ગઢવી પ્રેમજીભાઇ સીતાપરા અને જીતાભાઈ દેકાભાઈ સીતાપરાએ તેની સાથે ઉશ્કેરાઈ ગાળાગાળી કરી, હુમલો કરતા શરીરે મુંઢ માર માર્યો હતો અને જીતાભાઈ દેકાભાઈ સીતાપરાએ તેની પાસે રહેલ ધારિયું ઊંધું માથાના ભાગે માર્યું હતું જેથી માથામાં ગંભીર ઇજા થતા તેને પાંચ ટાંકા આવેલ જેથી ફરિયાદીએ આ બાબતની જાણ વાંકાનેર સીટી પોલીસમાં કરતા પોલીસે ચાર આરોપીઓ સામે વિધિવત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2

error: Content is protected !!