દવા છાંટતી વેળાએ બનેલી ઘટના, પરિવારજનો શોકમગ્ન…
વાંકાનેર તાલુકાના ગારીયા ગામ ખાતે રહેતા એક ખેડૂત પોતાના ખેતરમાં દવા છાંટતો હોય દરમ્યાન તરસ લાગતા ભૂલથી દવા વાળા ડબલાથી પાણી પી લેતા યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગારીયા ગામ ખાતે રહેતા શક્તિસિંહ ગોવુભા વાળા પોતાની ગારીયા ગામની સીમમાં આવેલ વાડીએ પાકમાં ઝેરી દવાનો છંટકાવ કરતા હતા ત્યારે પાણીની તરસ લાગતા પાણીના બદલે ઝેરી દવાનુ ડબલુ હાથમા આવી જતા આ ડબલામાં પાણી પી લેતા તેમને ઝેરી અસર થઈ હતી…
જેથી યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2