વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામની સીમમાં આવેલ ખેતરમાં રહી અને મજુરી કામ કરી એક યુવતીએ કોઈ અગમ્ય કારણોસર વાડીએ ઝેરી દવા પી લેતા યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામની સીમમાં આવેલ ઇસ્માઇલભાઇ પરાસરાની વાડીએ રહી અને મજુરી કામ કરતી અનીતાબેન જગુભાઇ દેવડા (ઉ.વ. 19, રહે મુળ એમ.પી)એ કોઈ અગમ્ય કારણોસર વાડીએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેણીને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ રાજકોટ, અમદાવાદ બાદ તેના વતન મધ્યપ્રદેશ બડવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2