પોતાના પૈસા પરત માંગી ઉઘરાણીએ ગયેલ યુવાને મહિલાને ગાળો આપતા બે શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું, બંને આરોપીઓ પોલીસના સકંજામાં….

વાંકાનેર તાલુકાના માટેલ રોડ આવેલ સેન્ટોસા સીરામીક કારખાનાની પાછળના ભાગે થોડા દિવસો પહેલા એક યુવાનની કોઈ શખ્સો દ્વારા હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો હતો જે બનાવમાં આજે વાંકાનેર તાલુકા પોલીસે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ મુજબ હત્યા કરનાર બે આરોપની પકડી પાડી આકરી પૂછપરછ કરતા બન્નેએ હત્યાની કબૂલાત આપી હતી. જેમાં પૈસાની ઉઘરાણી મામલે પત્નીને ગાળો આપનાર યુવાનને પતિએ તેના મિત્ર સાથે રહેંસી નાખ્યો હોવાનું બહાર આવ્યું છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ સેન્ટોસા સીરામીક કારખાનાની પાછળ કાચા રસ્તાના ભાગે ગત તા. 02ના રોજ એક અજાણ્યા શખ્સોની કોહવાય ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી જેમાં મૃતકનું આધારકાર્ડ મળતા મૃતજ મદન કેજીગરી પાલ (રહે-ચુપુરા તાજા-મહોબા, ઉત્તરપ્રદેશ) હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવમાં પોલીસે મૃતકના સગાવહાલાને બોલાવી મૃતકનું પીએમ કરાવતા મૃતકના માથાના ભાગે ઇજા થયેલ હોવાનું ડોક્ટરોએ અભિપ્રાય આપ્યો હતો. જેથી પોલીસે મૃતકના ભાઇ પુષ્યનકુમારની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી…

ફરિયાદમાં જણાવ્યા મુજબ મૃતક મદન મીલેનીયમ સીરામીક ઢુવા ખાતે કામ કરતો હોય અને ગઇ તા. 25ના રોજ રાત્રે તેના મીત્ર રાઘવેન્દ્ર રજપુત તથા અધીનભાઇ પગી પાસે પૈસા લેવા માટે ગયેલ હોય અને ત્યારથી પરત આવેલ ન હોય તેવી હકીકત જણાવી હતી.

જેથી પોલીસે આ બનાવની ફરીયાદ પરથી શંકમંદ રાધવેન્દ્રકુમાર સમકુમાર સેવા (ઉ.વ-ર૪, રહે હાલ-કપ ટાઇલ્સ સીરામીક, રાતીવીરડા, મૂળ રહે. અંકોના તારા જીહમીરપર યુ.પી) તથા અશ્વીનભાઇ ઉદામાઇ પગી (ઉ.વ-૨૧ રહે હાલે-લાટો સીરામીક સરતાનપર તા-વાકાનેર મુળ રહે હાથીવન તા-લુણાવાડા જી મહીસાગર)ને ઝડપી પાડી પુછપરછ હાથ ધરી હતી…

પોલીસની આકરી પુછપરછમાં ભાંગી પડેલ આરોપી અશ્વીને ગુનાની કબૂલાત આપતા જણાવ્યું હતું કે, મૃતક મદન મારી પાસે પૈસા માંગતો હોય અને મને વાંરવાર ફોન ઉપર ગાળો બોલી પૈસાની ઉધરાણી કરતો હોય અને એકવાર મારી પત્નીએ ફોન ઉપાડતા આ પૈસા બાબતે મારી પત્નીને પણ ફોન પર ગાળો આપેલ હોય, જે મને નહી ગમતા મદનને પાઠ શીખવવાનો મનોમન નક્કી કરેલ અને આ મદનને રાઘવેન્દ્ર પાસેથી પૈસા લેવાના હોય જેને પણ ગાળો બોલતો હોય જેની મને ખબર હોય જેથી હું તથા રાધવે સાથે મળેલ અને અમો બન્ને મદનને મારી નાખવાનું નક્કી કરી ગઇ તા. 25 ફ્રેબ્રુઆરીના રોજ રાઘવેન્દ્રએ મદનને ફોન કરી પૈસા લેવા આવવા માટે બોલાવેલ અને સેન્ટોસા સીરામીક પાછળ લઇ જઇ મદનને અમો બન્નેએ મળી લોખંડનો સળીયા માથામાં મારી હત્યા કરેલ અને લાશને ઢશળીને રસ્તાની બાજુમાં આવેલ ઘાસમાં સંતાડી દીધી હતી. હત્યા બાદ બંને આરોપીઓ ત્યાંથી નાસી ગયેલ, જેથી પોલીસે આ બનાવમાં બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2

 

error: Content is protected !!