વાંકાનેર તાલુકાના કાસીયાગાળા ગામની સીમમાં આવેલ બાજરાનાં ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોય, જ્યાં રેડ કરી એસઓજી ટીમે ૧૨ કિલો ૯૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો હતો, જે આરોપીને આજે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે આરોપીના એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેરના કાસિયાગાળા ગામે રહેતા રમેશ ઉર્ફે હકો જગાભાઇ ધરજીયા નામના ઇસમેં પોતાની વાડીમાં ગાંજાનું વાવેતર કર્યાની માહિતી મળતા પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી ૧૨ કિલો ૯૦૦ ગ્રામ ગાંજાના છોડ અને મોબાઈલ સહીત કુલ રૂ. ૧.૩૧ લાખનો મુદામાલ જપ્ત કરી બનાવની વધુ તપાસ શરૂ કરી હતી…
જે ગાંજા પ્રકરણની વધુ તપાસ મોરબી તાલુકા મહિલા પીએસઆઈ ગઢવી તેમજ અરવિંદભાઈ મકવાણાની ટીમ ચલાવી રહી હોય જેમાં આજે આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીના એક દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવાનો આદેશ કર્યો હતો…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU