વાંકાનેર વિસ્તારમાં રહેતી એક સગીરા વયની દીકરીને તેની સાથે કામ કરતો મધ્યપ્રદેશનો એક શખ્સ અપહરણ કરી ભગાડી જતાં બાબતે સગીરાના પિતાએ આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે, જેથી પોલીસે આરોપીને પકડી પાડવા માટે તજવીજ શરૂ કરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સગીરાને તેની સાથે મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના શિવપુરી ગામનો વતની વિકાસ રવીન્દ્રકુમાર નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી જતાં બાબતે સગીરાના વાલીએ આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિકાસ રવીન્દ્રકુમાર વિરુદ્ધ અપહરણ, પોક્સો સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!