ડેમમાં સતત વધતી પાણીની આવક, હાલ ડેમમાં 10,064 ક્યુસેક પાણીની આવક : 7:15 કલાકે ડેમ 8 cm જેટલો ઓવરફ્લો નોંધાયો…

વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ સતત બીજા વર્ષે ઓવરફ્લો થયો છે જેમાં 7:15 કલાકે મચ્છુ 1 ડેમને તંત્ર દ્વારા ઓવરફ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ હાલ ડેમમાં 10,000 ક્યુસેક જેટલી જંગી પાણીની આવક થઇ રહી છે જેમાં સતત વધારો થઈ રહ્યો છે…

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે મચ્છુ-1 ડેમ ઓવરફ્લો થવાની તાત્કાલિક તંત્ર દ્વારા ડેમમાં પાણીની આવક જોતા નદી વિસ્તારમાં આવતા વાંકાનેર તાલુકાના 20 અને મોરબી તાલુકાના 4 ગામ મળી કુલ 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે..‌‌

બાબતે ડેમ અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ હાલ મચ્છુ 1 ડેમમાં 10,064 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે ડેમ 7:15 કલાકે ઓવરફ્લો થયો છે. જેને પગલે વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસિકા, વાંકાનેર શહેર, મહિકા, કોઠી, ગારીયા, જોધપર, પાજ, રસિકગઢ, લૂણસરિયા, કેરાળા, હસનપર,

પંચાસર, વઘાસિયા, રાતીદેવડી, વાંકીયા, રાણેકપર, પંચાસીયા, ઢુંવા, ધમલપર અને મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર સહિત 24 જેટલા ગામ એલર્ટ કરવામાં આવ્યા છે. અને નાગરિકોને નદીના કિનારે ન જવા તથા નિચાણવાળા વિસ્તારના નાગરિકો સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!