ગ્રુપ ઓફ શ્રમ સિદ્ધિ અને ગોપાલ મિત્ર મંડળ દ્વારા તમામ સુવિધાઓ સાથે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરાયું…

વાંકાનેર શહેર નજીક કેરાળા ગામના પાટિયા પાસે ગ્રુપ ઓફ શ્રમ સિદ્ધિ અને ગોપાલ મિત્ર મંડળ દ્વારા આશાપુરા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે રહેવા, જમવા, સુવા, બેસવાની તમામ પ્રાથમિક સુવિધાઓ સાથે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સાથે જ સેવા કેમ્પના યુવાનો દ્વારા વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રીથી સામખીયારી સુધી રસ્તામાં કોઈપણ પદયાત્રીઓને તકલીફ પડે તો ૨૪ કલાક સેવા પણ આપવામાં આવી રહી છે. જેથી સૌ ધર્મપ્રેમી જનતાને આ સેવા કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.‌ વધુ માહિતી માટે નાગજીભાઇ મો. 90999 09228 અને હાર્દિકસિંહ મો. 96153 99999 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf

error: Content is protected !!