ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણીને હવે જ્યારે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ચુંટણી વિભાગ દ્વારા મતદાર યાદીની કામગીરી પુર્ણ કરી મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે ફાયનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં કુલ 92,236 નવા મતદારોનો ઉમેરો થયો છે…
મોરબી જિલ્લાની મોરબી-માળીયા, વાંકાનેર-કુવાડવા અને ટંકારા-પડધરી વિધાનસભા બેઠકોમાં મળી કુલ 92,236 નવા મતદારો ઉમેરાયા છે… જેમાં હવે આગામી વિધાનસભા ચૂંટણી માટે વાંકાનેર બેઠક પર 2,81,205 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે, મોરબી બેઠક પર 2,86,686 મતદારો મતદાન કરશે, આવી જ રીતે ટંકારા બેઠક પર હવે 2,49,444 મતદારો મતદાન કરશે. આમ ત્રણેય બેઠકમાં કુલ મળીને 92,236 નવા મતદારોનો ઉમેરો થયો છે…
વધુમાં માહિતી આપતા અધિકારીએ જણાવ્યુ હતું કે, મોરબી-માળિયા બેઠકમાં 1,48,695 પુરુષ, 1,37,988 સ્ત્રી અને 03 અન્ય મતદારો છે, ટંકારા બેઠક પર 1,28,131 પુરુષ અને 1,21,313 સ્ત્રી મતદારો છે. તેમજ વાંકાનેર બેઠકમાં 1,45,221 પુરુષ તથા 1,35,983 સ્ત્રી અને એક અન્ય મતદાર છે. આમ મોરબી જીલ્લાની ત્રણ બેઠક માટે 4,22,047 પુરુષ, 3,95,284 સ્ત્રી અને 4 અન્ય મતદારો મળીને 8,17,335 મતદારો નોંધાયા છે…..
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0